આધુનિક જગત એક નાનું ઘર બની રહ્યું છે.આધુનિક સંચાર માધ્યમોથી એક માણસ બીજા માણસ થી નજીક આવ્યો છે.સામાજિક ગતિશીલતા વધી છે.સમાજ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે અને માલધારીઓ પણ જગતનું એક અવિભાજ્ય અંગ છે.તો સ્વાભાવિક છે કે એમની આંખોમાં પણ કંઇ કેટલાંય સ્વપ્ન આકાર પામી રહ્યાં હોય.સમાજશાસ્ત્રીય પરિપેક્ષ્યથી જોઇએ તો માલધારી જ નહીં પણ સમગ્ર ભારતીય સમાજ સંક્રાંતિકાળની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે અને ભારતીય સમાજ હાલ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે એ સંક્રાંતિકાળની સમસ્યાઓ છે પણ અહીં આપણે માલધારીઓના અનુસંધાનમાં અને માલધારીઓને વિશેષ રુપે સ્પશતીઁ સમસ્યાઓનો વિચાર વિમશઁ કરવો રહયો.ઉપરોક્ત મુદ્દાની સમસ્યા એટલા માટે કરવી રહી કે આપણી સમસ્યાઓ ભલે અલગ રહી,પણ આપણે વિકાસ કરવો હોય તો રાષ્ટ્ના મુળભુત પ્રવાહથી અલગ રહી નહીં કરી શકીએ..આ એક સત્ય છે જેની અવગણના કરી શકાય નહીં.
માલધારીઓને આજે ભણવું છે , આગળ વધવું છે.વરસોની રઝળપાટથી છુટવું છે.ડોકટર ઇજનેર થઈ સ્વપ્નને સાકાર કરવા છે.ખુણેખાંચરે આ ફળીભુત થઈ રહ્યું છે.પણ સામે નગ્ન સત્ય એ પણ છે કે કાબેલીયત હોવા છતાં સમય સંજોગના હિસાબે ઘણા યુવાનો આ સપનાથી વંચિત રહેવા પામે છે.
કંઇક અંશે ક્યાંક આપણાં સપના સાકાર થયા હોય એમ આપણને ઉપલક નજરે જોવા મળે છે.શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે એ હકીક્ત છે.સમગ્ર સમાજની વસ્તીને ધ્યાનમાં રાખીએ તો આ આંકડાઓ ઉડીને આંખે વળગે એટલા સારા તો નથી જ.ક્યાંક કશાકની ઉંડે ઉંડે ખોટ સાલે છે.આ ખોટ પુરવાનું સ્વપ્ન માલધારીઓની આંખમાં રમતું થાય તો કદાચ એ આવનારા દિવસોમાં હકીક્તમાં પરિણમે..એ માટે જાણવું જરુરી છે કે આપણે ભોગવવી પડતી સમસ્યાઓના મૂળમાં શું છે ? એને મુલવી વિશ્લેષણ કરવામાં આવે અને જવાબદાર પરિબળૉને સામે લાવવામાં આવે તો જ સમસ્યાઓને નિવારવાનો યોગ્ય ઉકેલ મળી રહે.આ માટેની પૂવઁભુમિકા માલધારીઓ એ પોતે જ બાંધવાની છે,કારણ કે “પરિસ્થીતિની જેવી વ્યાખ્યા આપીએ એવું જ પરિણામ આવે છે”.રાષ્ટ્માં થયેલ હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિનો કોઇ વિશેષ લાભ આપણે મેળવી શક્યા ના હોવાથી આપણી સમસ્યાઓ પ્રત્યે જાગ્રત થવું એજ આખરી ઉપાય છે.આપણી સમસ્યાઓને ભોગોલીક અને સામાજીક પરિપ્રેક્ષ્યમાં જોઇશું તો વધારે યોગ્ય રીતે સમજી શકીશું.
કોઈ સામજિક સમુદાયના વિકાસ માટે જો કોઈ મહત્વનું પરિબળ હોય તો તે સ્થાયી જીવન છે..સમુદાયનો વિકાસ એના સ્થાયી રહેણાક ઉપર ઘણો બધો આધાર રાખે છે.માલધારીઓ સ્થળાંતરીત અને ભટક્તું જીવન હાલ પણ ગુજારે છે.પરિણામે અનેકવિધ સમસ્યાઓનો ભોગ આપણે બન્યા ..સમાજ નિરક્ષર રહેવા પામ્યો .આધુનિક યુગમાં સમાજના વિકાસ માટે શિક્ષણ પહેલું દ્વાર છે.શિક્ષણનો અથઁ રોજગાર મેળવા પુરતો નથી પણ એક સમજણ વિકસાવવાનો છે.સામુદાયિક વિકાસ માટે સ્થાયી વસવાટ જરુરી છે..અને એ માટે ના પ્રયત્નો વધારે વેગીલા બને એવી અપેક્ષા અસ્થાને નથી.કારણ કે પરિસ્થીતી જ્યારે પણ બદલાય છે સામે સમસ્યાઓ તો આવે જ છે સ્વરુપ ભલે જુદું હોય પણ આપણે એની સામે લડવાની તૈયારી અગમ દ્રષ્ટીથી રાખવી જ રહી.
સમયાંતરે માલધારીઓ સ્થાયી થયા પણ ત્યારે ભારતીય સમાજમાં ઔધોગીકરણની પ્રકિયા પુરઝડપે ચાલી રહી હતી.ભારત વિકાસના માર્ગે હરણફાળ ભરી રહ્યું હતું.આધુનીકરણ ઔધોગીકરણના પરિણામે શહેરીકરણ થઈ રહ્યું હતું સામે ગામડું હરિતક્રાંતિના બીજારોપણ કરી રહ્યું હતું.આધુનિક સાધનો ટ્રેકટર,ટ્યુબવેલ અન્ય યાંત્રિક સાધનો , હાઈબ્રિડ બિયારણો,સિંચાઈ યોજનાઓને પગલે પિયત જમીનનું પ્રમાણ વધ્યું .કિસાન ત્રણ સિઝન લેતો થયો.લાંબો સમય પડતર રહેતાં ખેતરો ખેડાઈ જવા લાગ્યા ,ત્યારે માલધારીઓ માટે પશુપાલન અભિશાપ રુપ બની રહયું અને આપણે શ્વેતક્રાંતિના મીઠાફળ ચાખી શક્યા નહીં.ગ્રામીણ ક્ષેત્ર પશુપાલકો માટે પાયાની સમસ્યા બન્યા સામે પક્ષે અન્ય વ્યવસાયોમાં જોડાવવા નિરીક્ષરતા આડે આવી.માલધારીઓનું જીવન દોહ્યલું બન્યું.પશુપાલનનો વ્યવસાય મરવાના વાંકે જીવી રહ્યો હોય એવી સ્થિતિનું નિમાઁણ થયું.ભેલાણની સમસ્યાઓ અને કેસોનો ભોગ અવારનવાર બનવું પડ્યું જે આથિઁક અને આંતર સામુદાયિક સબંધોની વચ્ચે પણ અડચણરુપ બન્યા વિના રહી શક્યા નથી.
વાત રહી ગોચરની જમીનની તો ઘણી જ્ગ્યાએ ગોચરની જમીન પર દબાણ કરવાના કે હડપ કરવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.પણ અહીં યક્ષસવાલ એ છે કે ગોચરની કેટલી જમીન સપાટ છે.નોંધપાત્ર કિસ્સામાં ઉબડ-ખાબડ કે ખરાબાની જમીન ગોચર રુપે બક્ષવામાં આવી છે.જેને સમથળ કરવાની જ્વાબદારી કોઈ પંચાયતે નિભાવી નથી.ક્યાંક આપણે અન્યાયનો ભોગ બન્યા છીએ.આ તમામ પાયાની સમસ્યાઓ છે જેને સમાજના નોંધપાત્ર સંખ્યાના લોકોને અસર પહોંચાડી.પરિણામે માલધારીની મીટ મંડાણી શહેર ભણી માલધારીઓ શહેરમાં આવ્યા પણ સમસ્યાઓ નવીન પરિસ્થિતિમાં નવીન સ્વરુપે સામે આવી.કારણ કે અહીં પશુપાલન કરવું એટલું સહેલું ન હતું. ઢોરઢાંખર હતા પણ એને નિભાવવા બાંધવા યોગ્ય જગ્યાનો અભાવ હતો.બીજી તરફ શહેરો દિનપ્રતિદિન વિસ્તરી રહ્યાં..વધતી જતી વસ્તીની ગીચતા ..વધતા જતા ટ્રાફીક વચ્ચે રખડતા ઢોરોની સમસ્યા પેદા થઈ.હાઈકોટઁ સુધી રજુઆતો થઈ અને હાઈકોટઁના હુકમથી આપણે વાકેફ છીએ.અને સાથે સાથે મ્યુનિસિપલ કોપોઁરેશનનો ડબ્બો તો આપણે કેમ વિસરી શકીએ? બીજી એક સમસ્યા પણ અવગણી શકાય નહીં સફેદ ક્રાંતિના પરિણામે ગ્રામીણ ખેડુતોના પુરક વ્યવસાય તરીકે આંખે ઉડીને વળગે એવો વિકાસ પશુપાલનનો થયો.સફેદક્રાંતિની ચરમસીમાએ ,સહાકારી મંડળીઓના વિકાસની સાથે સાથે દુધના પેકીંગ અને દુધની બનાવટોએ શહેરી બજારને પકડી પાડ્યું.માલધારીઓના દુધના ધંધાને શહેરોમાં મોટો ફટકો પડ્યો.ત્રસ્ત અને ભાંગી ગયેલા માણસના પગ ક્યાંક અવરે રસ્તે ફંટાયાના કિસ્સા પણ બન્યા.શહેરની સામાન્ય પ્રજાને માલધારી જાણે અજાણ્યે કઠવા લાગ્યો..અહીં નોંધવા જેવી બાબત એ છે કે આપણે એક એવી કલાને ગુમાવી જે જગતમાં આપણી ઓળખ બનીને બેઠી છે.આપણે કલાને રોજગારમાં રુપાંતરીત કરી શક્યા નહીં .કારણૉ પરિબળૉનું વિશ્લેસણ કરવું રહ્યું.ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કદાચ હજી વધારે મોડું થયું નથી.બજારમાં હજી આપણા રબારી ભરતની માંગ છે.”વાણીયાની દિકરીને મેં રબારી ભરત ગુંથતી નજરે જોઈ છે.”આપણે ક્યાં થાપ ખાધી પ્રભું જાણે.!
આમ તમામ સમસ્યાઓ વચ્ચે પણ માલધારીની વિકાસ ગાથા ચાલું રહી.પણ સમાજમાં નિરક્ષરતા નોંધપાત્ર પ્રમાણમાં રહેવા પામી. ભૉગોલીક સામાજિક કારણૉએ આમાં અગત્યનો ભાગ ભજવ્યો અને જે લોકો શિક્ષણ લેવા સ્કુલ સુધી જઈ શક્યા એમાં પણ અધવચ શિક્ષણ છોડી દેનાર માલધારી બાળકોની સંખ્યા બહોળી છે.સ્ત્રી શિક્ષણનું પ્રમાણ તો નહીવત કહી શકાય.આધુનિક યુગમાં સ્ત્રી શિક્ષણ સિવાય સામાજિક ઉત્થાનની ગાથા લખી શકાય નહીં.અને માલધારીઓ પણ એ ક્ષેત્રે જાગ્રત બને કે કન્યા કેળવણીની અવહેલના હવે પોષાય તેમ નથી.નહીતર આપણૉ વિકાસ રુંધાઈ જશે/રુંધાઈ રહ્યો છે.નિરક્ષરતા અનેક સમસ્યાઓની જન્મદાત્રી છે.એ વાત થી મોટા ભાગના માલધારીઓ અજાણ નથી..અહીં યાદ આવે છે ઈશ્વર પેટલીકરનું એક વિધાન ” ઉંઘતાને જગાડવો સહેલો છે.જાગતાને જગાડવો સહેલો નથી.જે સમાજ પછાત હોવા છતાં પોતાના ભુતકાળના વારસા પ્રત્યે ગવઁ લે ત્યાં સામાજિક સુધારણાનું કામ કરવું અસાધારણ શકિત માંગી લે છે.” સમગ્ર ભારતીય સમાજના અનુસંધાનમાં ટાંકેલું આ વિધાન માલધારીઓના પરિપેક્ષ્યમાં પણ લઈ શકાય.એમ છે કારણ કે કેટલીક સમસ્યાઓ આપણે જાણે અજાણ્યે સજીઁ હોય તો તે તરફ પણ દષ્ટીપાત કરવો રહ્યો.ક્યારેક આપણા મનોવલણૉ પુવઁગ્રહો તો આપણા વિકાસની આડે તો નથી આવતાને ? આપણા વિકાસને રુંધાતા તો નથી ને ? અને આ માટે આપણે ” લોક જેવાની માનસિકતા” બદલવી પડશે? આપણૉ શિક્ષિત યુવાન પણા આ પુવઁગ્રહથી પીડાય છે એમ હું અંગત રીતે માનું છું.
સમાજને વિકાસની વાટૅ આગળ વધારવા માટે બળ અને સુદ્રઢ નેત્રુત્વની પણ જરુર છે.કદાચ સદીઓથી માલધારીઓને એ સાંપડ્યું નથી..ક્યાંક પ્રયત્નો થયા છે.તો એકલા પડી જવાનો અહેસાસ થયો હશે.અહીં માત્ર રાજકીય નેત્રુત્વની વાત નથી.સામાજિક અને ધામીઁક નેત્રુત્વની પણ વિકાસમા અગત્યની ભુમિકા હોવી ઘટે.ધામિઁક નેત્રુત્વ વધારે અસરકારક સાબિત થઈ શકે તેમ છે..સામાજિક નેત્રુત્વ કોના હાથમાં હોવું ઘટે એ આપણે પોતે વિચારવાનું છે અને હું માનું છું ત્યાં સુધી માલધારી યુવાનો આ બાબતે ના સમજી શકે એટલા ના સમજ કે ગમાર પણ નથી.પણ ક્યારેક મને એ સમજાતું નથી કે આગવી કોઠાસુઝ ધરાવતી જાતિ ક્યાં થાય ખાય છે? સમાજને સબળ નેતાગીરી પુરી પાડવા શિક્ષીત અને સમજુ યુવાનોએ આગળ આવવું પડશે.માત્ર શિક્ષણ સમાજને વિકાસનો રાહ ના બતાવી શકે ,સાચી દિશાની સમજણ પણ જરુરી છે.માલધારીઓના સપનાઓને સાકાર કરવાનો યોગ્ય રાહ મળી રહે તે સારું “રબારી” માંથી “રાહબરી” બનવું પડશે,નહીંતર આપણે સમાજના મૂળપ્રવાહમાંથી અલગ થઈ જઈશું એ ભયસ્થાનને નકારી શકાય નહીં.
માલધારી સમાજ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે અને આ ઘેરાયેલી આંખમાં ક્યારેક આપણા સોનવરણાં સપનાં આપણને ભારરુપ – બોજારુપ લાગે છે અને આ ભારને ઉંચકીને આપણે વિકાસપથે ચાલવાનું છે.વિકાસની હજી કેટલીય કેડીઓ કંડારવાની બાકી છે.સમાજનો વિકાસ આપણા હાથમાં છે..કારણ કે સમાજના હાથ પગ આપણે છીએ..આ સમસ્યાઓ પ્રત્યે જાગ્રત થવાનો સમય પાકી ગયો છે.અસ્તુ JAY MAA SEMOJ JAY GOGA

No comments:
Post a Comment